Controversy Statement: કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ
વધુ એક વખત સ્વામિનારાયણ ગાદીના આચાર્ય આવ્યા વિવાદમાં. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદનો એક વીડિયો સોશિયલ મીડિયાાં વાયરલ થયો. જેમાં આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ ઉશ્કેરણીજનક નિવેદન આપી રહ્યા છે.હરિભક્તોને સંબોધતા સમયે કૌશલેન્દ્ર પ્રસાદે વિવાદાસ્પદ નિવેદન આપ્યું કે તમે મારીને આવ્યા છો તેવી ફરિયાદ મારી પાસે આવવી જોઈએ. આટલેથી ન અટકતા બોલ્યા કે તમે મારજો હું છૂટ આપું છું. હરિભક્ત યુવાનોને ઉશ્કેરણી કરતા હોય તેવા શહબ્દો ઉચ્ચારવામાં આવ્યા. જેના કારણે હરિભક્તોમાં રોષ જોવા મળ્યો. સ્વામીનારાયણ ગાદીના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ શું ઈચ્છી રહ્યા છે. હરિભક્ત યુવાનોને કેમ ઉશ્કેરી રહ્યા છે.. ત્યારે વાયરલ થયેલા વીડિયોના સાંભળીએ કેટલાક અંશો.
આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ સામે પોલીસ કેસ કરવા જ્યોર્તિનાથ મહારાજે માગ કરી છે. તેમણે કહ્યું કે, શિષ્યોને ગુંડાગર્દીની જગ્યાએ પ્રેમ, વિશ્વાસની વાતો સમજાવો, પહેલા ઘર સંભાળો પછી જગત સંભાળવાની વાતો કરજો,આ નિવેદન પર તો પોલીસ કેસ થવો જોઈએઃસમાજે આવા લોકોને ઓળખવાની જરૂર છે.


















