Veteran actor Bhim Vakani Death: 'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન
ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી ઘરે ઘરે જાણીતી થયેલી દિશા વાકાણીનો પરિવાર અત્યારે શોકમાં ડૂબી ગયો છે. દિશા વાકાણીના પિતા પીઢ અભિનેતા ભીમ વાકાણીનું અવસાન થયું છે. ભીમ વાકાણીના અવસાનથી પરિવારમાં શોકમાં છે. દિશા વાકાણીના પિતાના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જાણીતા ગુજરાતી નાટ્ય કલાકાર ભીમ વાકાણીએ 84 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા, અને આજે બપોરે થલતેજમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.
સોશિયલ મીડિયા પર માહિતી આપતા મયુર વાકાણીએ લખ્યું કે, પ્રસિદ્ધ નાટ્યકાર અને અભિનેતા ભીમ વાકાણી આજે સવારે અરિહંત શરણ પામ્યા છે. તેમના પાર્થિવ દેહની અંતિમયાત્રા આજે બપોરે 2:30 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે અને થલતેજ સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

















