Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર.. અમેરિકન નાગરિકતા ધરાવતા રાજેન્દ્રભાઈ શેઠ અને તેમના પત્ની કાશ્મીરા શેઠને સાઈબર ગઠીયાઓએ છેલ્લા બે દિવસથી ડિજિટલ એરેસ્ટ કરીને 60 લાખની એફડી તોડાવવા માટે દબાણ કર્યુ હતુ.. રાજેન્દ્રભાઈને 25 ફેબ્રુઆરીએ મુંબઈ ક્રાઈમબ્રાન્ચના નામે કોલ આવ્યો હતો.. નરેશ ગોયલના મની લોન્ડ્રિંગના કેસમાં તેમના આધારકાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હોવાનું અને તેમની ધરપકડ કરવાની વાત કરી બનાવટી અધિકારી અને કોર્ટ બતાવીને ડરાવ્યા હતા.. બે દિવસ સુધી સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ રાખીને આરોપીઓએ પ્રોપર્ટીની માહિતી મેળવી બેંકમાંથી એફડી તોડવા માટે દબાણ કર્યુ હતુ.. આરોપીઓની ધાકધમકીથી રાજેન્દ્રભાઈએ 15 લાખની એફડી તોડાવી રૂપિયા પોતાના સેવિંગ ખાતામાં પણ નખાવ્યા હતા.. જો કે સમગ્ર મામલે રાજેન્દ્રભાઈએ સેટેલાઈટ પોલીસને જાણ કરી હતી.. પોલીસ જ્યારે તેમના ઘરે પહોંચી ત્યારે પણ આરોપીઓ ફોન પર વાતચીત કરતા હતા.. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓ સાથે ફરિયાદીની વાતચીત બંધ કરાવી.. કાઉન્સિલિંગ કરીને વૃદ્ધ દંપતિને સાઈબર ઠગોની જાળમાંથી મુક્ત કરાવ્યા..























