Ahmedabad Health Department: દિવાળી પહેલા અમદાવાદમાં ફૂડ વિભાગ એક્શનમાં
દિવાળીના તહેવારને લઈને અમદાવાદ મહાનગરપાલિકાનું ફુડ વિભાગ એક્શનમાં.. કાલુપુર વિસ્તારમાં આવેલ ચાર દુકાનોમાં તપાસ કરીને ફુડ વિભાગની ટીમે 373 કિલો માવો અને 173 કિલો મીઠો માવાનો અખાદ્ય જથ્થો જપ્ત કર્યો.. એટલુ જ નહીં. ચારેય એકમોને સીલ કરીને ફુડ વિભાગે નોટિસ પણ ફટકારી. છેલ્લા ત્રણ ચાર દિવસથી મળેલી ફરિયાદના આધારે ફુડ વિભાગે તપાસ કરીને ચાર એકમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાઈ.
જો કે ફુડ વિભાગે કરેલી સિલિંગની કાર્યવાહી છતા વેપારીઓ અખાદ્ય માવો વેચતા હોવાનો વીડિયો વાયરલ થયો.. ફુડ વિભાગે જે દુકાનો સીલ કરી છે એ જ દુકાનના વેપારીઓ બહાર ઉભા રહીને ફોન પર ઓર્ડર લઈને માવો વેચતો કેમેરામાં કેદ થયા.
હવે આ દ્રશ્યો જુઓ.. અમદાવાદ મહાનગરપાલિકાને અપાયેલ ફુડ ટેસ્ટિંગ વાન જ મહદઅંશે ધૂળ ખાતી જોવા મળી.. અખાદ્ય ખોરાક અને ભેળસેળ અટકાવવા અપાયેલી વાન જ ધુળ ખાઈ રહી છે.. વર્ષ 2022માં અપાયેલી ફુડ ટેસ્ટિંગ વાનને તાળા મારીને મુકી દેવામાં આવી છે..
















