Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ

Continues below advertisement

અમદાવાદથી અમેરિકા કોલ કરીને દવા મોકલવાના બહાને ડોલર પડાવીને ઠગાઈ આચરવાના કૌભાંડનો નવરંગપુરા પોલીસે પર્દાફાશ કર્યો. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સાકાર-9 બિલ્ડીંગમાં કોલ સેન્ટરની ઓફિસમાં યુવક- યુવતીઓને નોકરીએ રાખીને અમેરિકાથી જ બોલતા હોવાનું કહીને આયુર્વેદિક દવા મોકલવાના બહાને ડોલર ખંખેરી લેવામાં આવતા હતાં. અમેરિકામાં રહેતા ભારતીયો પાસેથી ડોલર મેળવ્યા પછી દવા મોકલવામાં આવતી ન હતી અથવા તો હલકી કક્ષાની દવા અપાતી હતી.. નવરંગપુરા પોલીસે દરોડો પાડી 24 યુવક- યુવતીને દબોચી લીધા. પોલીસે તપાસ કરતા મુખ્ય સૂત્રધાર અભિષેક પાઠક હોવાનું સામે આવ્યું. પોલીસે અભિષેકને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વિદેશમાં રહેતા મૂળ ભારતીયોને ઠગ ટોળકી 600 ડોલરનું મેડિસિન પેકેજ આપતી હતી. મુનરાઈઝ રેમેડી કેર પ્રાઈવેટ લિમીટેડ નામની કંપનીની ઓફિસમાં આ ગેરકાયદે કોલ સેન્ટર ધમધમતું હતું. અમદાવાદમાં બેઠા- બેઠા અમેરિકામાં કોલ કરી ઠગાઈ આચરવા માટે છ પાનાની સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવી હતી. પોલીસે અભિષેક પાઠક, મેનેજર નિખિલ જૈન, ટીમ લીડર ગણપત પ્રજાપતિ અને કરણસિંહ ચૌહાણ સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola