Ahmedabad AMTS : ધનતેરસથી 3 દિવસ AMTSમાં ફ્રીમાં મુસાફરી, તહેવારો પર ફ્રીમાં મુસાફરીનો AMTSનો નિર્ણય
Continues below advertisement
દિવાળી તહેવાર અમદાવાદના લોકો ફ્રીમાં AMTS બસમાં મુસાફરી કરી શકશે...ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી એમ ત્રણ દિવસ તમામ પ્રવાસીઓને મફત મુસાફરી કરવા દેવા અંગેનો સૌ પ્રથમ વખત નિર્ણય AMTS કમિટીએ લીધો છે, આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત કરી સત્તાવાર જાહેરાત કરાશે.AMTSના ચેરમેન ધરમશી દેસાઈ અનુસાર, અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી તેમજ બહારગામથી પણ કેટલાંક લોકો ખરીદી કરવા આવતા હોય છે.આત્મ નિર્ભર ભારત અને 'હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સ્થાનિક કક્ષાએ બનેલી વસ્તુઓની ખરીદીને વેગ મળે તે માટે 18 ઓક્ટોબર ધનતેરસ, 19 ઓક્ટોબર કાળી ચૌદશ અને 20 ઓક્ટોબર, દિવાળીના તમામ પ્રવાસીઓને AMTSમા મફત પ્રવાસનો લાભ આપવામાં આવશે. આ હેતુસર AMTS કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે અને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement