Gujarat ATS : ગુજરાત ATSએઆંતકીને હથિયાર સાથે નવસારીથી ઝડપ્યો, જુઓ અહેવાલ
Gujarat ATS : ગુજરાત ATSએઆંતકીને હથિયાર સાથે નવસારીથી ઝડપ્યો, જુઓ અહેવાલ
જૈશ- એ- મોહમ્મદ અને અલકાયદા સાથે જોડાયેલો આતંકી ઝડપાયો. ગુજરાત ATSએ મૂળ યુપીના રહેવાસી યુવકને નવસારીથી ઝડપી લીધો. પકડાયેલા ફૈઝાન શેખ પાસેથી હથિયારો પણ કરાયા જપ્ત. ફૈઝાન શેખ જૈશ-એ-મોહમ્મદની વિચારધારાથી હતો પ્રભાવિત. અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો ફૈઝાન શેખ. ATSએ આતંકીની ધરપકડ કરી હથિયાર ક્યાંથી આવ્યા તે દિશામાં શરૂ કરી તપાસ. હથિયાર કોણે આપ્યા, અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ તપાસ.
નવસારીના ચારપુલ વિસ્તારમાંથી ગુજરાત ATSએ ફૈઝાન શેખ નામના આતંકીની ધરપકડ કરી.. મુળ યુપીના રામપુરમાં રહેતો આતંકી ફૈઝાન શેખ નવસારીમાં ટેલરિંગનું કામ કરતો હતો.. ગુજરાત ATSએ 25 જાન્યુઆરીએ ફૈઝાન શેખની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી.. ગુજરાત ATSની તપાસમાં ખુલાસો થયો કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો.. ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે આતંકી પ્રવૃતિ સાથે પ્રભાવિત થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઉભી કરવાના હેતુથી ચોક્કસ જુથની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી હતી.. આતંકી ફૈઝાન શેખ પાસેથી જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની વિચારધારાને સમર્થન આપતુ ઉશ્કેરીજનક સાહિત્ય પણ મળી આવે છે.. ટાર્ગેટ કરાયેલ વ્યક્તિઓની હત્યા કરવા માટે ગેરકાયદે રીતે હથિયાર અને વિસ્ફોટકો પણ મેળવ્યો હતો.. આતંકી પાસેથી એક પિસ્તોલ અને છ જીવતા કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે.. આ જ હથિયારો અને વિસ્ફોટકોથી તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હોવાની પણ ગુજરાત ATSને આશંકા છે.. નકલી આઈડીનો ઉપયોગ કરીને આતંકી પાકિસ્તાની આતંકી મૌલાના મસુદ અઝહર અને અબ્દુલ અસગરના વીડિયો જોતો હતો.. એટલુ જ નહીં.. આતંકી મોહમ્મદ અબુ બકર સાથે પણ સંકળાયેલો છે..