Gujarat Rain Breaking News : ગુજરાતના 9 તાલુકામાં ધોધમાર વરસાદ, સાગબારામાં 3.27 ઇંચ વરસાદ

Continues below advertisement

Gujarat Rain Breaking News : ગુજરાતના 9 તાલુકામાં ધોધમાર વરસાદ, સાગબારામાં 3.27 ઇંચ વરસાદ

આજે રાજ્યના 9 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ નર્મદાના સાગબારામાં 3.27 ઈંચ વરસાદ. ડાંગના સુબીરમાં 2.13 ઈંચ વરસાદ. ડાંગમાં 1.81 ઈંચ,વઘઈમાં 1 ઈંચ વરસાદ. સતત ત્રીજા દિવસે ડાંગ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા. ડાંગના સાપુતારા, વઘઈ, સુબીરમાં વરસ્યો વરસાદ. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો.. ગિરિમથક સાપુતારામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદથી કુદરતી સૌંદર્ય પણ ખિલી ઉઠ્યું છે. વાદળો જાણે જમીન પર ઉતરી આવ્યા હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. તો સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વિઝિબિલિટી ડાઉન અને ધુમ્મસભર્યા વાતાવરણને લીધે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ તરફ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો ધીમીધારે વરસાદ. કામરેજ તાલુકાના ઘાલા, કરજણ, નવી પારડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો.. ધીમીધારે વરસેલા વરસાદથી વાતાવરણ પણ ઠંડુગાર બન્યું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola