Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
અમદાવાદ શહેરમાં શનિવાર સવારથી શરૂ થયેલો વરસાદ મોડી રાત્રી સુધી વરસ્યો. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન રોકાઈ રોકાઈને ઝરમર વરસાદ વરસ્યો. તો બપોરના સમયે પણ થોડો સમય ઝરમર વરસાદ વરસ્યો. ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો. જોકે રાત્રી થતા જ ફરી વરસાદી માહોલ જામ્યો. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં રાત્રીના સમયે અડધો કલાકથી વધુ સમય સુધી જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા, ઓઢવ, ઈન્ડિયા કોલોની, સુભાષબ્રિજ, માધુપુરા, શાહીબાગ, દિલ્હી દરવાજા, પ્રહલાદનગર, બોપલ, ઈસ્કોન, શિવરંજની, પંચવટી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે રાત્રીના પ્રહલાદનગર, આનંદનનગર, આસ્ટોડિયા રોડ, માણેકબાગ વિસ્તારમાં પાણી ભરાયા હતાં. જોકે સવાર પડતા જ મોટાભાગના વિસ્તારમાં પાણી ઓસરી ગયા હતાં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારના અમુક ભાગો અને પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેને કારણે મહત્તમ તાપમાનમાં પણ છેલ્લા 24 કલાકમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.