Amit Shah in Gujarat: અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા “મિલિયન માઇન્ડ્સ ટેક સિટી”નું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. USD 1.5 બિલિયનના રોકાણ સાથે ગુજરાતનું પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે “મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક” અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. અમિત શાહે ગાંધીનગરમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપી અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના બિલ્ડર્સ સાથે બેઠક કરી, જેમાં કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને સૂચનો પણ આપ્યા. તેમણે NIDના ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું.
કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે અને નવી ટેક્નોલોજી સાથે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતને સર્વિસ સેક્ટરમાં ટોપ-3માં લાવવાનું લક્ષ્ય છે અને નવી પેઢી તથા હાઈટેક યુવાનો દેશનું ભવિષ્ય છે. તેમણે શહેર આયોજન અને આધુનિક વિચારધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે AI ભવિષ્યની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર બનશે.