Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
અતિભારે વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે. વધુ વરસાદથી બોપલમાં સ્થિતિ વણસી છે. બંગલોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરમાં અનેક સોસાયટીઓ ડૂબી છે, અંડરબ્રિજો બંધ છે, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિમાં વાહન ચાલકો ફસાયા છે તો પેલેડિયમ મોલ આગળ CM પણ થોડીવાર માટે ફસાયા હતા. ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં સિંધુભવન, એસ.જી. હાઈવે અને બોપલ જેવા મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાસણા બેરેજના દરવાજા પણ ખોલી નખાયા છે. ભારે વરસાદના કારણે અમદાવાદની તમામ સ્કૂલોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. બપોર બાદ વરસાદ ફરી શરૂ થયો હતો.અમદાવાદ શહેરમાં સવારથી પડેલા ભારે વરસાદના કારણે અખબારનગર અને મકરબા અંડરપાસ બંધ છે. કોમર્સ છ રસ્તા પાસે બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં વરસાદી પાણી ભરાયા છે. વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદ નગર સોસાયટી બહાર સોનલ સિનેમા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. જ્યાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનો નિકાલ લાવવા આવતો નથી.