Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
સસ્પેન્ડેડ IAS રાજેન્દ્ર પટેલના સમર્થનમાં પાટીદાર સમાજ. અમદાવાદના માંડલમાં પાટીદારોની વિશાળ રેલી. ગુજરાતી અધિકારીઓને અન્યાય થતો હોવાનો પાટીદારોનો આરોપ. રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવાયા હોવાનો આરોપ. ભાજપ-કોંગ્રેસના પાટીદાર નેતાઓ રાજેન્દ્ર પટેલના સમર્થનમાં. ગીતા પટેલ, વરુણ પટેલ, મનોજ પનારાનું સમર્થન.
અમદાવાદના માંડલ તાલુકામાં આજે પાટીદાર સમાજે જન ક્રાંતિ મહારેલીનું આયોજન કર્યું....આ રેલી કોઈ વિરોધ માટે નહીં પરંતુ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં યોજાઈ હતી....અને તેમની સામે થયેલી કાર્યવાહીના વિરોધમાં કાઢવામાં આવી હતી...સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ પર જમીન કૌભાંડના ગંભીર આરોપો લાગ્યા છે જેને લઈને સરકારે તેમને સસ્પેન્ડ કર્યા છે....અને રાજેન્દ્ર પટેલ EDની કસ્ટડીમાં છે....જોકે, પાટીદાર સમાજ અને તેમના સમર્થકોનો દાવો છે કે, રાજેન્દ્ર પટેલને ઉચ્ચ સ્તરીય ષડયંત્રના ભાગરૂપી ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે....મહારેલીમાં માંગ કરવામાં આવી કે, ગુજરાતી અધિકારીઓ સાથે થતું પૂર્વગ્રહ વર્તન બંધ કરવામાં આવે....