Ahmedabad news: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી ઝડપાયું ગેરકાયદેસર કોલ સેન્ટર
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી ઝડપાયું ગેરકાયદેસર કોલ સેન્ટર.. પ્રેરણાતીર્થ દેરાસર પાસેના શુભદર્શન ફ્લેટની ઓફિસમાં ધમધમતા કોલ સેન્ટરનો પોલીસે કર્યો પર્દાફાશ. ગુરૂવારે રાત્રે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને ઓફિસમાંથી 4.43 લાખની કિંમતનો હાઈબ્રીડ ગાંજો પણ મળી આવ્યો છે.. પોલીસે કૃણાલ ઉર્ફે સાહિલ દેસાઈ, દીપ જાદવ, હર્ષિલ દાવડા અને કૃણાલ મિસ્ત્રી નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે.. આરોપીઓ છેલ્લા એક અઠવાડીયાથી કોલ સેન્ટર ચલાવીને વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરતા હતા.. રેડ દરમિયાન પોલીસે હાઈબ્રીડ ગાંજો, ચાર લેપટોપ, હેડફોન, આઠ મોબાઈલ, બે USA રજિસ્ટ્રેશન ધરાવતા ઈ-સીમ, રાઉટર સહિતનો કૂલ 12.19 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.. પ્રાથમિક તપાસમાં મુખ્ય આરોપી કૃણાલ દેસાઈ વિરૂદ્ધ અગાઉ પણ મારામારી, પઠાણી ઉઘરાણી, પ્રોહિબિશન સહિતના 12 જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા હોવાનો ખુલાસો થયો છે.. આરોપી કૃણાલ દેસાઈએ રાહુલ ઉર્ફે રાઘવ પાસેથી હાઈબ્રીડ ગાંજો લાવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે..























