Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો

Continues below advertisement

Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો

અમદાવાદથી સમાચાર, જ્યાંથી વધુ એક વખત નકલી પોલીસ ઝડપાયો છે, જેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી રૂપિયા પડાવતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. વટવામાં રહેતા મોહમદ શાહરુખ અંસારી નામના નકલી પોલીસની અસલી પોલીસે ધરપકડ કરી. આરોપી મોહમદ અંસારીએ ફરિયાદીની બાઈકમાં દારૂ હોવાનો આરોપ લગાવી, બાદમાં પીયુસી અને લાઈસન્સ સહિતના દસ્તાવેજોની માંગ કરી. ફરિયાદીને ડરાવી ધમકાવી 40,000 પડાવ્યા. જે અંગે ફરિયાદીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, જેના આધારે પોલીસે આરોપી મોહમદ અંસારીને ઝડપ્યો. પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ પણ ખોખરા, મણીનગર, અમરાઈવાડી, ઓઢવ અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી રૂપિયા પડાવતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. વટવામાં રહેતા મોહમદ શાહરુખ અંસારી નામના નકલી પોલીસની અસલી પોલીસે ધરપકડ કરી. આરોપી મોહમદ અંસારીએ ફરિયાદીની બાઈકમાં દારૂ હોવાનો આરોપ લગાવી, બાદમાં પીયુસી અને લાઈસન્સ સહિતના દસ્તાવેજોની માંગ કરી, ફરિયાદીને ડરાવી ધમકાવી 4000 પડાવ્યા, જે અંગે ફરિયાદીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, જેના આધારે પોલીસે આરોપી મોહમદ અંસારીને ઝડપ્યો. પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ પણ ખોખરા, મણીનગર, અમરાઈવાડી, ઓઢવ અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હોવાનો ખુલાસો થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola