Viramgam Murder Case : વિરમગામમાં પતિની પત્નીએ પુત્ર સાથે મળીને કરી નાંખી હત્યા, કારણ જાણી ચોંકી જશો
Viramgam Murder Case : વિરમગામમાં પતિની પત્નીએ પુત્ર સાથે મળીને કરી નાંખી હત્યા, કારણ જાણી ચોંકી જશો
અમદાવાદના વિરમગામમાં થયેલી હત્યાનો પોલીસે ઉકેલી નાંખ્યો ભેદ. 6 જૂને દીપકકુમાર નામના વ્યક્તિની હત્યાના આરોપમાં પોલીસે મૃતકની પત્ની દિવ્યાનીબેન અને પુત્ર ઉદયની કરી ધરપકડ. ઘટનાના દિવસે સમયસર દુકાને ન પહોંચતા આરોપી પુત્ર અને મૃતક પિતા દીપકભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.. એટલુ જ નહીં. પુત્રની સગાઈને લઈને ઘણા સમયથી પરિવારમાં પણ ઝઘડા થતા રહેતા હતા. આ જ ઝઘડામાં ઉશ્કેરાયેલ મૃતકની પત્ની દિવ્યાનીબેન અને પુત્ર ઉદયે દીપકભાઈને ગળાટૂંપો આપીને હત્યા કરી દીધી. બાદમાં હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પોલીસ સમક્ષ સીડી પરથી પડી જવાનું બહાનું પણ બનાવ્યું. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માતા-પુત્રની કરતૂતનો પર્દાફાશ થયો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળાટૂંપો આપી હત્યા કરાયાનો ખુલાસો થતા પોલીસે માતા-પુત્રની આકરી પૂછપરછ કરી હતી. જે પૂછપરછમાં આખરે આરોપી માતા-પુત્રએ હત્યાની કબૂલાત કરી. હાલ તો પોલીસે આરોપી માતા-પુત્રની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.






















