Commonwealth Games : 20 વર્ષ બાદ ભારતને મળશે CWGની મેજબાની, 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે
ઓલિમ્પિક્સની ચર્ચાઓ વચ્ચે હવે અમદાવાદને વધુ એક આંતરરાષ્ટ્રીય રમતોની યજમાની મળવાની છે. તાજા અપડેટ પ્રમાણે માહિતી સામે આવી છે કે, આગામી 2030ની કૉમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળશે, એટલે કે, 20 વર્ષ બાદ ભારતને કૉમનવેલ્થ ગેમ્સની યજમાવી મળવા જઇ રહી છે, આ વખતે કૉમનવેલ્થ અમદાવાદમાં રમાશે, 26 નવેમ્બરે મળનારી બેઠકમાં સત્તાવાર જાહેરાત થશે. ઉલ્લેખનીય છે કે, 2010માં ભારતે પહેલીવાર કૉમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી.
અમદાવાદને યજમાની માટેનાં રાઇટ્સ આપવા પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે. સમિતિએ ટેકનિકલ ક્ષમતાઓ, રમતવીરોનો અનુભવ, માળખાગત સુવિધા, શાસન અને કૉમનવેલ્થ ગેમ્સના મૂલ્યો સહિતની બાબતોનાં અનેક માપદંડોના આધારે ઉમેદવારો અને શહેરોનું મૂલ્યાંકન કર્યું હતું. જો કે, નાઇજીરીયાની રાજધાની અબુજા પણ આ ઇવેન્ટનું આયોજન કરવાની દોડમાં છે. અમદાવાદ અને અબુજા બંનેએ ખુબ જ આકર્ષક અને મહત્વકાંક્ષી પ્રોજેક્શન કર્યું છે. હવે કમિટી આ બાબતે 26 મી તારીખે નિર્ણય કરશે.




















