Kite Festival 2026: ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાવાયો, હવે આ તારીખ સુધી રહેશે પતંગોત્સવ

Continues below advertisement

અમદાવાદમાં ગઈકાલથી શરૂ થયેલા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ છ દિવસ લંબાયો છે. મળતી જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદીના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહોત્સવના બહોળા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’ને 17 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે 17 જાન્યુઆરી સુધી લોકો પતંગોત્સવની મજા માણી શકશે. આ વખતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ હેરિટેજ થીમ છે. દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવમાં આ વખતે હેરિટેજની થીમના કારણે આધુનિકતાની સાથે સાથે અમદાવાદની સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જોવા મળશે.

અમદાવાદની ઓળખ સમાન જૂની પોળોનો અનુભવ રિવરફ્રન્ટ પર કરાવવા માટે પોળ વિસ્તારની રેપ્લિકા ઉભી કરવામાં આવી છે. પોળ જેવો અહેસાસ કરાવવા માટે જૂના લાકડાના દરવાજા, કલાત્મક બારીઓ અને જૂના પિલ્લર જેવા મટીરીયલનો ઉપયોગ કરીને આખી થીમ તૈયાર કરવામાં આવી છે. હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપીરિયન્સલ ઝોનની મુલાકાત સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિઃશુલ્ક રહેશે. બપોરના 3 વાગ્યા બાદ મુલાકાત માટે પ્રતિ વ્યક્તિ 50ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં સાંજે 07:00 વાગ્યાથી યોજાનારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ માણી શકાશે. આ માટેનું બુકિંગ ઓનલાઈન 'બુક માય શો'ની વેબસાઇટ તથા મોબાઈલ એપ્લિકેશન પર કરી શકાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola