Ahmedabad’s Subhash bridge: અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને લઈ તપાસનો ધમધમાટ

Continues below advertisement


બુધવારે નક્કી થશે કે અમદાવાદના સુભાષ બ્રિજનું નવીનીકરણ કરવું કે પણ સમારકામ કરવું. ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજ મુદ્દે AMC બુધવારે કરે નિર્ણય. તપાસ એજન્સી દ્વારા સેમ્પલ એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. આવતીકાલ બપોર સુધીમાં સેમ્પલના પરિક્ષનની કામગીરી થશે પૂર્ણ. અને  24 કલાકમાં તપાસ એજન્સીઓ અમદાવાદ મનપાને રિપોર્ટ સોંપશે. જે બાદ રિપોર્ટના આધારે મનપા આખરી નિર્ણય કરશે. ક્યાં સ્પાન ક્ષતિગ્રસ્ત છે, કેટલી માત્રામાં ક્ષતિગ્રસ્ત છે તેની તપાસ થશે. આજે સવારે વડોદરાની એજન્સીની ટીમે બ્રિજના પિલ્લરના નમૂના લીધા હતાં. તો ક્ષતિગ્રસ્ત બ્રિજના નીચેના ભાગમાંથી પણ ઈજનેરોએ કેટલાક નમૂના લીધા. હાલમાં વડોદરાની એજન્સી ડૉ. રવિ કિરણ ઈન્સપેક્શન કરી રહી છે. બ્રિજના ઈન્સ્પેક્શન કરેલા રિપોર્ટની ખરાઈ નિષ્ણાંત એજન્સીઓ કરશે. સ્પાનની મજબૂતાઈની પણ ચકાસણી કરવામાં આવશે. એક બાદ એક એમ છ જેટલા પિલ્લરના નમૂના પણ લેવાની કામગીરી હાથ ધરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola