Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા

Continues below advertisement

અમદાવાદમાં ઉત્તરાયણની આડમાં ચાલતી દારુ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો. પંચવટી વિસ્તારમાં આવેલા 'સેન્ટેરિયલ વિસ્ટા'ના ધાબા પર વાસી ઉત્તરાયણના દિવસે ચાલી રહેલી શરાબ, શબાબ અને હુક્કાની પાર્ટીમાં પોલીસ પહોંચતા  દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી 4 યુવતી અને 17 યુવકો સહિત 21 લોકો ઝડપાયા હતા.  ઉપરાંત ધાબા પર  દારૂની બોટલ, બાઈટીંગ અને વિવિધ ફ્લેવરના હુક્કા મળી આવ્યા હતા. કુશલ શાહ નામના વ્યકિતએ પાર્ટી  યોજી હોવાની વિગતો મળી રહી છે. DJના ઉંચા અવાજ અને નશામાં ધૂત યુવક- યુવતીઓએ ધમાલ શરૂ થતાં સ્થાનિકોએ કંટ્રોલ મેસેજ કર્યો હતો. ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરોડો પાડ્યો હતો. જોકે, પોલીસ પાર્ટી પર ત્રાટકે તે પહેલાં એક બિલ્ડરનો પુત્ર ફરાર થઈ ગયો હોવાની ચર્ચા છે.

ગુલબાઈ ટેકરા વિસ્તારમાં શરાબ,  શબાબ અને હુક્કા પાર્ટી પકડાઈ છે.  સેનેટ્રીયન વિસ્ટામાં  પોલીસે દારુ પાર્ટી પર  દરોડા પાડ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેનેટ્રીયન વિસ્ટામાં ગુલબાઈ ટેકરા ખાતે ઉતરાયણના તહેવાર નિમિત્તે એક ગેટ ટુ ગેધરનું આયોજન કરેલ હોય જેમાં ગેરકાદેસર રીતે દારૂ પણ પીરસનાર હોવાની બાતમી આધારે પોલીસે ધાબા પર રેડ કરી હતી. ફ્લેટના ધાબા પર કુલ-21 ઇસમો મળી આવ્યા હતા. તેમજ કેટલીક દારૂની બોટલો પણ મળી આવી હતી. તમામની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola