Local Body Election Result 2026 : આખું ગામ જીત્યા, ગઢ હારી ગયા, ખેડાવાલાના ભાજપ પર પ્રહાર

Local Body Election Result 2026 : આખું ગામ જીત્યા, ગઢ હારી ગયા, ખેડાવાલાના ભાજપ પર પ્રહાર

Ahmedabad AMC election results: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં બે અલગ-અલગ ચિત્રો જોવા મળ્યા છે. એક તરફ શહેરમાં ચારેકોર ભાજપનો દબદબો જોવા મળ્યો છે અને મોટાભાગના વોર્ડમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે, તો બીજી તરફ ભાજપના સૌથી મજબૂત ગણાતા ખાડિયા વોર્ડમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અહીં કોંગ્રેસે ભાજપના 50 વર્ષ જૂના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. આ ઐતિહાસિક જીત બાદ કોંગ્રેસના નેતા ઈમરાન ખેડાવાલાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા રાજકીય ગરમાવો લાવી દીધો છે.

ખાડિયા બેઠક (Khadia Election) પર શાનદાર જીત મેળવ્યા બાદ ઈમરાન ખેડાવાલાએ (Imran Khedawala) સીધો જ ભાજપની રાજનીતિ પર નિશાન સાધ્યું હતું. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "ચૂંટણીમાં ભારત-પાકિસ્તાન કરતા લોકો માટે આજનો દિવસ જવાબ છે, આજે ખાડિયામાં ભારત જીત્યું છે અને પાકિસ્તાન હાર્યું છે."

તેમણે ભાજપની આંતરિક નીતિઓ પર પણ પ્રહાર કરતા જણાવ્યું કે, એક જ પરિવારનો દબદબો રહેવો જોઈએ તેવી માનસિકતાએ જ આજે ભાજપને અહીં હરાવ્યું છે. ખેડાવાલાએ વધુમાં ઉમેર્યું કે, "મને હરાવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. ખુદ ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ પોતે અહીં પ્રચાર કરવા માટે આવ્યા હતા, તેમ છતાં જનતાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. અમારા શિક્ષિત ઉમેદવારોએ 50 વર્ષથી અડીખમ ઉભેલા ભાજપના ગઢમાં ગાબડું પાડી બતાવ્યું છે."

અમદાવાદમાં અન્ય વોર્ડમાં ભાજપનો સપાટો

ખાડિયા ભલે ભાજપના હાથમાંથી સરકી ગયું હોય, પરંતુ અમદાવાદના અન્ય વિસ્તારોમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. મનપાના મોટાભાગના વિસ્તારોમાં ભાજપની આખી પેનલ વિજેતા બની છે, જેના આંકડા નીચે મુજબ છે:

આ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય: મણીનગર, ઈસનપુર, નિકોલ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, જોધપુર, વેજલપુર, નારણપુરા, ખોખરા, રાણીપ, સ્ટેડિયમ, નવા વાડજ, અમરાઈવાડી, સરખેજ, હાટકેશ્વર, વિરાટનગર અને ઠક્કરબાપાનગરમાં ભાજપના તમામ ઉમેદવારોની જીત થઈ છે.

એકંદરે, અમદાવાદમાં ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે, પરંતુ ખાડિયા જેવી મહત્ત્વની બેઠક ગુમાવવી એ પક્ષ માટે મંથનનો વિષય ચોક્કસ બની ગયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola