Amrutji Thakor: સ્થાનિકોએ કારચાલકને પકડ્યો,પોલીસે આરોપીને ભગાડ્યોઃ અમૃતજી ઠાકોરનો આરોપ
ફરી નશાની હાલતમાં કાર ચાલકે રસ્તાને રેસિંગ ટ્રેક બનાવી નિર્દોષ નાગરિકને લીધા અડફેટે. ઘટના અમદાવાદના નરોડા વિસ્તારની છે.. કાપડીવાસ પાસે સામેથી આવતા કાર ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારીને ફરાર થઈ ગયો.. કારની ટક્કરથી અંજની રેસિડેન્સીમાં હેતા રિતેશ ખટનાની, તેમના પત્ની અને ચાર વર્ષની બાળકી રોડ પર પડકાયા હતા.. ઘટના બનતા હાજર લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા.. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.. બાદમાં ત્રણથી ચાર જેટલા યુવાનોએ બાઈકથી પીછો કરીને રાઘવેન્દ્રસિંહ નામના કાર ચાલકને પકડી પાડ્યો.. સ્થાનિકોએ તપાસ કરતા આરોપીની કારમાંથી દારૂની બોટલ અને દારુ ભરેલો એક ગ્લાસ પણ મળ્યો.. ઘટનાની જાણ થતા કૉંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ સ્થળ પર પહોંચ્યા.. આરોપી કાર ચાલકે જ્યારે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે ધારાસભ્યનો ભત્રીજાને પણ ઈજાગ્રસ્ત થયો.. સ્થળ પર પહોંચી ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા.. જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી તો ધારાસભ્યનો ભત્રીજો આરોપી અને તેની કારમાં રહેલી દારુની બોટલનો વીડિયો બનાવી રહ્યો હતો.. ધારાસભ્યના આરોપ મુજબ પોલીસે વીડિયો ઉતારતા અટકાવીને ચાલકને કાર લઈને જતા રહેવાનું કહ્યુ હતુ..


















