Ahmedabad Metro : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને મેટ્રોનો નિર્ણય
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારા આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ને લઇને મેટ્રો મધ્યરાત્રિ સુધી દોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી ડે-નાઈટ મેચો દરમિયાન ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા જનાર લોકોની સુવિધા માટે મેટ્રો ટ્રેન સેવાઓના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. 9, 11, 14, 18, 22, 26 ફેબ્રુઆરી અને જો ફાઈનલ અમદાવાદમાં રમાય તો 8 માર્ચ 2026 ના રોજ મેટ્રો સેવાઓ મધ્યરાત્રિના 12:50 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. મેચના દિવસે મોટેરાથી APMC સુધી રાત્રે 12.30 સુધી મેટ્રો દોડશે.
જૂની હાઇકોર્ટથી વસ્ત્રાલ સુધી રાત્રે 12.50 સુધી મેટ્રો દોડશે, જૂની હાઇકોર્ટથી થલતેજ સુધી રાત્રે 12.50 સુધી અને મહાત્મા મંદિર સુધી રાત્રે 12.10 સુધી મેટ્રો દોડશે. લાંબી કતારોમાં મેટ્રો માટે લાઇનમાં ઉભવુ ન પડે માટે રૂપિયા 50ની સ્પેશિયલ ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્પેશિયલ પેપર ટિકિટ મેચના દિવસે અગાઉથી જ નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, GNLU, ઇન્ફોસિટી, સેક્ટર-1 અને મહાત્મા મંદિર સ્ટેશનો પરથી ખરીદી શકશે.


















