Ahmedabad Crime : અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખેલાયો ખૂનીખેલ
અમદાવાદના બહેરામપુરામાં યુવકની હત્યાના કેસમાં પોલીસની તપાસ.. યુવકના માતા-પિતા અને મિત્રોની પૂછપરછ.. કેટલાક શંકાસ્પદના સામે આવ્યા નામ.. હત્યાના કારણો અંગે તપાસ.. FSLની ટીમની લેવાઈ રહી છે મદદ
અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખેલાયો ખૂનીખેલ. રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો. બહેરામપુરામાં રહેતો 19 વર્ષીય હિમેશ પરમાર રાત્રે બાઈક લઈને હીરાલક્ષ્મી ફ્લેટ પાસેથી જઈ રહ્યો હતો.આ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ તકરાર કરીને હિમેશ પર છરી વડે હુમલો કર્યો હતો. જે બાદ આરોપી ફરાર થઈ ગયો. જે બાદ લોહીલુહાણ હાલતમાં હિમેશ જાહેરમાં પડ્યો હતો.જેને આસપાસના લોકોએ સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ ગયા હતા.જ્યા તેનું મોત નિપજ્યું.. ઘટના સ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે.





















