Ahmedabad Accident News : અમદાવાદમાં રફતારના કહેરે લીધો વધુ એકનો ભોગ
અમદાવાદમાં અકસ્માતના બે બનાવ. રાણીપ બ્રિજ પર પીકઅપ વાનની ટક્કર વાગતા ટુવ્હીલરનો અકસ્માત.. એક પુરૂષનું મોત,મહિલા સારવાર હેઠળ. તો GST બ્રિજ પર કારની ટક્કર વાગતા એક્ટિવા ચાલક બ્રિજની નીચે પટકાતા મોત.
અમદાવાદ શહેરમાં એક જ રાત્રે બે અકસ્માતની ઘટના સામે આવી છે. એક રાણીપ ડી માર્ટ પાસે અને બીજી જી .એસ.ટી બ્રિજ પાસે,. જી એસ ટી બ્રિજ પરના અકસ્માતમાં કારે એક્ટિવને ટક્કર મારી હતી, જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. પૂરપાટ ઝડપે આવતી કારની ટક્કર એટલી ખતરનાક હતી કે, એક્ટિવાને ટક્કર લાગતા એક્ટિવા ચાલક બ્રીજ કૂદીને નીચે પટકાયો હતો, યુવકને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતકનું નામ કિશનભાઇ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર પુરુષ અને સ્ત્રી દૂર ફંગોળાયા હતા, જેમાં એક્ટિવા ચાલક પુરુષ બ્રિજ પરથી નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. જે મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તો બીજી તરફ બીજી અકસ્માતની ઘટનામાં રાણીપ ડિમાર્ટ પાસે પીકઅપ વાને v કારને ટક્કર મારી હતી. જેમાં કારમાં સવાર એક વ્યક્તિને થઇ ઇજા પહોંચી છે.