PM Modi Meet German Chancellor: PM મોદી-ફ્રેડરિક મર્ઝે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ
ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે અમદાવાદના ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત કર્યું હતું. તેમજ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત પણ લીધી હતી.
પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝે લીધી સાબરમતી આશ્રમની મુલાકાત. ગાંધીબાપુની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ.. ફ્રેડરીક મર્ઝે ચરખો કાંતવાની કળાને પણ નિહાળી. જર્મન ચાન્સેલરે આશ્રમની ડાયરીમાં લખ્યો શુભેચ્છા સંદેશ
ગાંધીઆશ્રમની વિઝિટર બુકમાં જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝે ટાંક્યો પોતાનો અનુભવ. મહાત્મા ગાંધીના અડગ વિશ્વાસને દરેકના જીવનમાં ગણાવ્યો પ્રેરણા સમાન. ભારત અને જર્મનીનો માનવીય વારસો એકબીજાને મજબૂત રીતે જોડતા હોવાની કરી વાત. દુનિયામા ગાંધીજીના ઉપદેશની પહેલા કરતા પણ વધુ ગણાવી જરૂરિયાત