PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદમાં CG સેમિ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનું કર્યુ ઉદ્ઘાટન.. સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી કંપની સીજી સેમિ પ્રાઈવેટ લિમિટેડે 7600 કરોડના ખર્ચે સાણંદમાં OSAT સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રથમ ચાર પ્રોજેક્ટમાનો એક છે.. ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા પીએમ મોદી બોલ્યા કે ભારત જે નક્કી કરી લે તે કરીને બતાવે છે.. મેક ઈન ઈન્ડિયાના મંત્રને લઈ આગળ વધવાની નેમ રાખતા પીએમ મોદીએ દેશના ત્રીજા પ્લાન્ટમાં ચિપ પેકેજિંગનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરાવ્યું.. સાથે જ કહ્યું કે પ્લાન્ટમાં દર વર્ષે 20 કરોડ ચિપનું ઉત્પાદન થશે.. દર વર્ષે 500 કરોડ ચિપ બનાવવાનો લક્ષ્યાંક છે.. આ કંપનીમાં અત્યારે 300થી વધુ કર્મચારીઓ કાર્યરત છે.. પ્લાન્ટ શરૂ થવાથી આગામી પાંચ વર્ષમાં પાંચ હજાર સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે..