Ahmedabad Crime: અમદાવાદના મકરબા વિસ્તારમાં પુત્રએ જ માતાની હત્યા કર્યાનો લાગ્યો આરોપ

Continues below advertisement

Ahmedabad Crime: અમદાવાદના મકરબા વિસ્તારમાં પુત્રએ જ માતાની હત્યા કર્યાનો લાગ્યો આરોપ.

અમદાવાદના મકરબા વિસ્તારમાં પુત્રએ જ માતાની હત્યા કર્યાનો લાગ્યો આરોપ.સંપત્તિ વિવાદમાં પુત્રએ માતાના માથે લાકડાના દંડાના ફટકા મારી હત્યા કર્યાની નોંધાઈ પોલીસ ફરિયાદ. ઔડાના મકાનમાં રહેતા કપિલાબેન દેવીપૂજક ઘરે હાજર હતા ત્યારે તેમનો દીકરો અજય ઘરે આવ્યો હતો. માતા-પુત્ર વચ્ચે એક ઘરને લઈને વિવાદ ચાલતો હતો જેથી અજયે ઘરના બદલામાં પૈસા માંગ્યા હતા. જો કે માતાએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રએ લાકડાના ફટકા મારતા માતાને ગંભીર ઈજાઓ પહોચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યા આજે સારવાર દરમિયાન માતાનું મોત થયું.. બનાવની જાણ થતા આનંદનગર પોલીસ સ્થળ પર પહોચી હતી. પોલીસે સ્થળ પરથી હત્યા કરનાર અજયની ધરપકડ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola