Ahmedabad Accident news : અમદાવાદમાં ફરી એકવાર રફ્તારનો કહેર, કાર ચાલકે ટક્કર મારતા એકનું મોત

Continues below advertisement

અમદાવાદમાં ફરી એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો . ઠક્કરનગર બ્રિજ પર કાર ચાલકે ટક્કર મારતા બાઈક પર સવાર બે પૈકી એક યુવાનનું મોત નિપજ્યુ.. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.. સીસીટીવીમાં કેદ રફ્તારના કહેરના આ દ્રશ્યો જુઓ.. રોંગ સાઈડથી આવતા કાર ચાલકે એક બાઈક અને એક મોપેડને ટક્કર મારી હતી.. કારની ટક્કર લાગતા બાઈક પર સવાર કિશન કંજારીયા બ્રિજ નીચે પટકાતા તેનું મોત નિપજ્યું.. જ્યારે મોપેડ ચાલક હરેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો.. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે ભાવનગર જિલ્લાના મહુવાના જયદીપ અને સંદીપ નામના શખ્સો સામાજીક પ્રસંગ માટે અમદાવાદ આવ્યા હતા.. મેપના આધારે શોર્ટકટ લેવા જતા અકસ્માત થયો.. હાલ તો ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાર ચાલકને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola