Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર સમયે અમદાવાદ કોંગ્રેસ મહિલા પ્રમુખને થયો ખરાબ અનુભવ. સરસપુર રખિયાલ વોર્ડમાં કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. જ્યાં મહિલા પ્રમુખ સોનલ પટેલને વોર્ડ પ્રમુખ ભાવના ગુપ્તાએ લાફો મારવાનો પ્રયાસ કર્યો.. ચૂંટણીમાં ટીકીટની ફાળવણી ન થતા પ્રમુખને લાફો મારવાનો ભાવના ગુપ્તાએ પ્રયાસ કર્યો. કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે એબીપી અસ્મિતા પર મોટુ નિવેદન આપી ઘટના બની હોવાનો સ્વીકાર કર્યો. સાથે જ બોલ્યા કે ટિકિટની વહેચણી કરવાનો હક મારો નથી.. જે મહિલાએ હુમલો કર્યો તેને ક્યારેય પણ ન મળ્યાની વાત કરી. અને હુમલો કરનાર ભાવના ગુપ્તા પર માનહાનિનો દાવો કરવાની વાત કરી.





















