Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક
અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક. માધવ સ્કૂલ પાસે ડેકોરેટર્સની દુકાનમાં એક શખ્સે કરી તોડફોડ. દુકાનમાં સતત ત્રીજીવાર તોડફોડ કર્યાનો આરોપ.. ફરિયાદના આધારે રામોલ પોલીસની તપાસ
અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોએ મચાવેલા આતંકના દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ.. વસ્ત્રાલના તનમન ચોકડી નજીક કારમાં આવેલ ગુડાતત્વએ અર્બુદા ડેકોરેટર્સની ઓફિસમાં તોડફોડ કર્યાનો આરોપ. સીસીટીવીમાં કેદ થયેલ આ દ્રશ્યો બેઝબોલના બેટ લઈને ગુંડો ઓફિસમાં ઘુસ્યો.. ઓફિસના કાચ તોડીને વિસ્તારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો. છેલ્લા 10 વર્ષમાં આ જ ગુંડાએ ત્રણ વખત ઓફિસમાં તોડફોડ કર્યાનો આરોપ છે.. હાલ તો ઓફિસના સંચાલકે આરોપી વિરૂદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે..સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આરોપી ગુંડાતત્વની શોધખોળ હાથ ધરી.























