Ahmedabad | ફાયરિંગ કરનાર નિવૃત DySPની નફ્ફટાઈ, પોલીસ કર્મીઓ સાથે કરી દાદાગીરી
અમદાવાદમાં ફાયરિંગ કરનાર નિવૃત DySPએ પોલીસ કર્મીઓ સાથે દાદાગીરી કરી હતી. પોલીસ કસ્ટડીમાં પોલીસ કર્મીઓ સાથે દાદાગીરી કરી હતી. પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરવાનો પ્રયાસ કર્યો હતો. ખોટી ફરિયાદ નોંધાઈ હોવાની નિવૃત DySPએ ડંફાસ મારી હતી. પોતાની ફરિયાદ પોલીસે ન નોંધી હોવાની નિવૃત DySPએ ડંફાસ મારી હતી. અમદાવાદ જમીન વિવાદમાં ફાયરિંગ કરનારા આરોપીઓની ધરપકડ કરાઈ હતી. નિવૃત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ સહિત ચારની ધરપકડ કરાઈ હતી. અશોકસિંહના એક સગીર પુત્ર સામે પણ કાયદાકીય કાર્યવાહી કરાશે. સેટેલાઈટ પોલીસે જમીન વિવાદમાં ફાયરિંગના કેસમાં ધરપકડ કરાઈ હતી. નિવૃત DySPએ જમીન ખાલી કરાવવા સરાજાહેર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.





















