Ahmedabad Accident news : અમદાવાદની દીવાન બલ્લુભાઈ સ્કૂલની વાનને નડ્યો અકસ્માત
Ahmedabad Accident news : અમદાવાદની દીવાન બલ્લુભાઈ સ્કૂલની વાનને નડ્યો અકસ્માત
અમદાવાદના ખોડીયારનગર બ્રિજ પાસે સ્કૂલ વાનને નડ્યો અકસ્માત. દીવાન બલ્લુભાઈ સ્કૂલ વાન BRTS રેલિંગ સાથે અથડાઈ.. અકસ્માત સમયે વાનમાં વિદ્યાર્થીઓ પણ સવાર હતા. જો કે સદનસીબે વિદ્યાર્થીઓને કોઈ ઈજા થઈ નહોતી. તો રેલિંગ સાથે અથડાતા સ્કૂલ વાનનો આગળનો કાચ તુટી ગયો હતો. તો રેલિંગ પણ ક્ષતિગ્રસ્ત થઈ હતી.. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી.. પ્રાથમિક તપાસમાં સ્કૂલ વાન નિયમ મુજબ ન દોડતી હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ વાન કોમર્શિયલ વાહન હોવુ જોઈએ.. પરંતુ વાનમાં કોમર્શિયલ નંબર પ્લેટ નહોતી. જેથી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી..























