PM Modi Road Show In Ahmedabad: વડાપ્રધાન મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી હરિદર્શન ચાર રસ્તા પહોંચ્યા હતા. અહીંથી ભવ્ય રોડ શો શરુ થયો છે. તેમના રોડ શોને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પીએમની એક ઝલક જોવા માટે લોકો ઉમટ્યા છે. હરિદર્શન ચાર રસ્તાથી રોડ શો શરુ થયો છે. પ્રધાનમંત્રીના રોડ શોમાં ઓપરેશન સિંદૂરની ઝલક જોવા મળી રહી છે.
પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં લોકો ઉમટી પડ્યા છે. નિકોલમાં પીએમ મોદી જાહેરસભાને સંબોધશે. પીએમ મોદીને આવકારવા માટે રસ્તાની બંને બાજુ લોકો ઉમટી પડ્યા છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના રોડ શો દરમિયાન એમ્બ્યૂલન્સને રસ્તો આપવામાં આવ્યો હતો. હરિદર્શન ચાર રસ્તાથી રોડ શો શરુ થયો હતો. ત્રણ કિલોમીટર લાંબો રોડ શો છે.




















