Borsad Rain : બોરસદમાં 6 કલાકમાં 3 ઇંચ વરસાદ, ગણેશ પંડાલોમાં ઘૂસ્યા વરસાદી પાણી, જુઓ અહેવાલ
Borsad Rain : બોરસદમાં 6 કલાકમાં 3 ઇંચ વરસાદ, ગણેશ પંડાલોમાં ઘૂસ્યા વરસાદી પાણી, જુઓ અહેવાલ
આણંદના બોરસંદમાં ભારે વરસાદથી જળબંબાકાર સ્થિતિ થઈ ગઈ હતી. બોરસદમાં 6 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો. બોરસદના માર્ગો પર ભરાયા પાણી. ગણપતિના પંડાલોમાં ભરાયા પાણી. બોરસદમાં ધમાકેદાર બેટિંગથી મકાનોમાં પાણી ફરી વળ્યાં હતા. બોરસદના કાળુ ગામે વરસાદથી સ્થાનિકોને હાલાકી. બોરસદમાં છેલ્લા 6 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. ગણપતિના પંડાલ પણ પાણીમાં ગરકાવ.
ગ્રામ્ય પંથકમાં વઘાસી, મોગર, બાકરોલ, કરમસદ અને ચિખોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયના વિરામ બાદ આણંદ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આણંદ શહેરના 100 ફૂટ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. અમદાવાદ-બરોડા હાઇવે ઉપર પણ વરસાદ વરસી રહ્યો છે.





















