Anand Agricultural University: આણંદ કૃષિ યુનિ.ના IT વિભાગના તત્કાલિન ડીનની ધરપકડ
આણંદ કૃષિ યુનિવર્સિટીના તત્કાલિન આઈટી વિભાગના ડીન પર લાગ્યો છેતરપિંડીનો આરોપ.. હાલ ગોધરા કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા તત્કાલિન આઈટી ડીન ધવલ કથિરીયા વિરૂદ્ધ CAMCમાં 13 લાખનું કૌભાંડ કર્યાની પોલીસ ચોપડે નોંધાઈ ફરિયાદ.. મંજૂરી નોંધમાં ફેરફાર કરી કામ થયા વગર જ કંપનીને પૈસા ચુકવી કૌભાંડ આચરવાનો આરોપ છે.. વર્ષ 2011થી 2023 સુધી આઈટી ડીન તરીકે ફરજ બજાવતા ધવલ કથિરીયાએ 108 કોમ્પ્યુટર માટે CAMCનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.. યુનિવર્સિટીના કુલપતિએ આપેલી સૈદ્ધાંતિક મંજૂરીની નોંધમાં ફેરફાર કરી ટેન્ડર વગર જ 13 લાખનો કોન્ટ્રાક્ટ આપ્યાનો આરોપ છે.. નવા નિમાયેલા અધિકારીએ રેકર્ડ તપાસતા કૌભાંડનો પર્દાફાશ થયો.. આ અંગે યુનિવર્સિટીના રજીસ્ટ્રારે ફરિયાદ કરતા આણંદ ટાઉન પોલીસે ધવલ કથિરીયાની ધરપકડ કરી છે..





















