Parshottam Solanki : મંત્રી પરસોત્તમ સોલંકીએ MLA શિવા ગોહિલને કર્યા નુગરા

Parshottam Solanki : મંત્રી પરસોત્તમ સોલંકીએ MLA શિવા ગોહિલને કર્યા નુગરા

મહુવાના MLA શિવા ગોહિલ પર મંત્રી પરષોત્તમ સોલંકીએ આકરા પ્રહાર કર્યા છે. કોળી સમાજના સમૂહ લગ્નમાં શિવા ગોહિલની ગેરહાજરીથી અકળાયા મંત્રી સોલંકી. ભાજપના MLA શિવા ગોહિલને મંત્રી પરષોત્તમ સોલંકીએ નુગરા કહ્યા. આપણા ધારાસભ્ય શિવાભાઈ ક્યાં ગયા? તમને જીતાડ્યા છે કોણે? આવા મોટા પ્રસંગમાં હાજરી તો આપો. મને નથી ગમતું આ બધું. મારે એક નમ્ર અપીલ કરવા, કોકને ખરાબ લાગે તો ભલે લાગે, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા, હેં? આવા મોટા પ્રસંગમાં એને હાજરી તો આપો. તમને જીતાડ્યા તો કોણે? સમાજે. જો તમે એને ભૂલી જાઓ ને, તો તમારે જો નુગરો કોઈ માણસ નથી. અને મને નથી ગમતું આ બધું, તમે સમજો તો ખરા. જ્યારે ઇલેક્શન આવે ને, ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બંગલે ખાવા બેસી જાય અને મારી સતત વાટુ જોતો રહે. અરે, એ બધું કરવા કરતાં તું આ સમાજનું જો ને, મારા ભાઈ. તું બહુ કમાણો છો, છુપાડમાં. અમને ખબર છે તું ક્યાં રાખીશ, પણ અમારે એનાથી હું લેવા દેવા? 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola