Bhavnagar news : ફિક્સ વેતનનો ઘટશે કાર્યકાળ ?, ભાવનગર મહાનગરપાલિકાનો નિર્ણય
ભાવનગર મહાનગરપાલિકાએ ફિક્સ વેતનનો કાર્યકાળ પાંચ વર્ષથી ઘટાડી ત્રણ વર્ષનો કર્યો, જેને લઈને સવાલ ઉઠી રહ્યો છે કે, શું રાજ્ય સરકાર પણ ફિક્સ વેતનનો કાર્યકાળ ઘટાડશે. સરકારે આર્થિક કરકસરનું કારણ આગળ ધરીને 2006ના વર્ગ-૩ કર્મચારીઓની ભરતી માટે પાંચ વર્ષના બાંધ્યા પગારે સરકારી નોકરીની નીતિ અમલમાં મુકી હતી,જેના હેઠળ ફિક્સ વેતનનો કાર્યકાળ પાંચ વર્ષનો છે, જેને ઘટાડવા, સમાન કામ- સમાન વેતનનો અમલ કરવા ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2011માં ‘ગેરબંધારણિય નીતિ” જાહેર કરતા ચૂકાદો આપ્યો હોવા છતાંય સરકારે તેને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે ભાવનગર કોર્પોરેશને ફિક્સ વેતનનો કાળ પાંચ વર્ષથી ઘટાડી ત્રણ વર્ષનો કરતા ગુજરાત સરકાર પણ આ નિર્ણય કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના તાબાના વર્ગ-૩ના તાંત્રિક અને બિનતાંત્રિક કર્મચારીઓનો અજમાયસી કાળ પાંચ વર્ષથી ઘટડીને ત્રણ વર્ષનો કર્યો છે...ગુજરાત સરકારમાં 61 હજારથી વધુ ફિક્સ વેતનદાર છે..શિક્ષણમાં સહાયક, પોલીસ વિભાગમાં લોકરક્ષક, પંચાયતમાં વર્કર અને અન્યવિભાગોમા કારકૂનથી લઈને નાયબ સેક્શન ઓફિસરો, નાયબ મામલતદારો, તલાટી, સબ ઈન્સપેક્ટર, મદદનીશ ઈજનેર સહિતના વર્ગ-૩ના તમામ સંવર્ગોમાં ફિક્સ વેતનદારો છે, આવા કર્મચારીઓનો પગાર પાંચ વર્ષ સુધી વધતો નથી. બદલી સહિત પ્રમોશન કે મોંઘવારી ભથ્થુ પણ મળતુ નથી !


















