Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
નવા ટ્રેડિંગ સપ્તાહની શરૂઆત સોના અને ચાંદીના રોકાણકારો માટે મોટો આંચકો લઈને આવી છે. આજે સોમવાર, 16 March 2026 ના રોજ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વાયદા બજાર (MCX) માં કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે. માત્ર એક જ દિવસમાં ચાંદીના ભાવમાં આશરે ₹12,500 નો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જેના કારણે ચાંદીનો ભાવ એક જ ઝટકામાં ₹2,50,000 ની નીચે સરકી ગયો છે. બીજી બાજુ સોનામાં પણ ₹3,500 થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા દબાણની સીધી અસર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
ભારતીય વાયદા બજાર (MCX) પર નજર કરીએ તો, એપ્રિલ 2026 ની ડિલિવરી વાળું સોનું 1.80% ના ઘટાડા સાથે ₹1,55,616 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ટ્રેડિંગ સત્ર દરમિયાન સોનાએ ₹1,54,925 નું નીચલું સ્તર બનાવ્યું હતું. જો આ નીચલા સ્તરની સરખામણી અગાઉના સત્રના બંધ ભાવ ₹1,58,466 સાથે કરવામાં આવે, તો સોનામાં સીધો ₹3,541 નો જંગી ઘટાડો જોવા મળ્યો છે, જે ગ્રાહકો માટે ખરીદીની તક પણ બની શકે છે.
ચાંદીના ભાવમાં આવેલો કડાકો વધુ ચોંકાવનારો છે. મે 2026 ની ડિલિવરી વાળી ચાંદીમાં 3% થી પણ વધુનો કડાકો નોંધાયો છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય છે. ટ્રેડિંગ દરમિયાન ચાંદી ઘટીને ₹2,46,864 ના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. અગાઉના સત્રના ₹2,59,435 ના બંધ ભાવની સરખામણીમાં ચાંદી સીધી ₹12,573 સસ્તી થઈ ગઈ છે. આ કડાકાને કારણે બજારમાં ફિઝિકલ ચાંદીની માંગમાં ઉછાળો આવવાની શક્યતા સેવાઈ રહી છે.






















