Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?
આજે 2 માર્ચ, 2026ના રોજ વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ વણસતા ભારતીય ઝવેરી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. મધ્ય પૂર્વમાં વધતા જતા સૈન્ય સંઘર્ષ અને અનિશ્ચિતતાના વાતાવરણને કારણે સલામત રોકાણ તરીકે સોનાની માંગમાં અચાનક તીવ્ર વધારો થયો છે, જેના પરિણામે કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરાયેલા તાજા આંકડા મુજબ, આજે એક જ દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ ₹7,000નો જંગી વધારો ઝીંકાયો છે. બજારમાં આવેલી આ તેજી બાદ હવે શુદ્ધ સોનાનો ભાવ ₹1.59 લાખથી વધીને ₹1.66 લાખ પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. માત્ર સોનું જ નહીં, પરંતુ ચાંદીના ભાવમાં પણ મોટો વિસ્ફોટ જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹20,000નો ઉછાળો આવતા હવે તે ₹2.87 લાખના સ્તરે ટ્રેડ થઈ રહી છે, જે અગાઉ ₹2.67 લાખ હતી. બજારના નિષ્ણાત અજય કેડિયાના જણાવ્યા અનુસાર, જો ભૌગોલિક તણાવ હજુ પણ જારી રહેશે તો સોનું ₹1.90 લાખ અને ચાંદી ₹3.50 લાખની સપાટીને પણ સ્પર્શી શકે છે.






















