Petrol Price Hike : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો, વાહનચાલકોમાં ભારે રોષ

Continues below advertisement

Petrol Price Hike : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો, વાહનચાલકોમાં ભારે રોષ

પાંચ દિવસમાં જનતા પર મોંઘવારીનો વધુ એક માર.. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવખત કરાયો છે વધારો. પેટ્રોલમાં પ્રતિ લિટરે 86 પૈસા જ્યારે ડીઝલમાં પ્રતિ લિટરે 93 પૈસાનો વધારો કરાયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા અમદાવાદમાં પેટ્રોલના પ્રતિ લિટરના ભાવ 98.35 રૂપિયા પર પહોંચી ગયા છે. જ્યારે ડીઝલના પ્રતિ લિટરના ભાવ 94.19 રૂપિયા થઈ ગયા છે. તો નવા ભાવ વધારા સાથે રાજકોટમાં પેટ્રોલમાં પ્રતિ લિટરે 98.17 રૂપિયા જ્યારે ડીઝલનો પ્રતિ લિટરનો ભાવ 94.50 રૂપિયા થયો છે. તો સુરતમાં પેટ્રોલનો પ્રતિ લિટરનો ભાવ 98.26 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લિટરનો ભાવ 94.13 રૂપિયા થયા છે. ફક્ત પાંચ દિવસમાં જ ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોનું કહેવું છે કે મોંઘવારી સામે દર મહિને કઈ બચત થાય તેવુ લાગી નથી રહ્યું. જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola