Jitu Vaghani : ગાંધીનગરમાં 2 દિવસીય સહકાર સંમેલન , પ્રવક્તા મંત્રીએ આપી માહિતી
Jitu Vaghani : ગાંધીનગરમાં 2 દિવસીય સહકાર સંમેલન , પ્રવક્તા મંત્રીએ આપી માહિતી
ગાંધીનગરમાં 2 દિવસીય સહકાર સંમેલન. 17 રાજ્યના મંત્રીઓ આવશે ગુજરાત. તમામ રાજ્યના સચિવો પણ રહેશે ઉપસ્થિત. સહકાર મંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત. સહકારથી સમૃદ્ધી મંત્રને આગળ ધપાવાશે. 17 અને 18 બે દિવસ સહકાર સંમેલનનું આયોજન. મહાત્મા મંદિરમાં યોજાશે સહકાર સંમેલન. દેશના રાજ્યના સહકાર મંત્રીનું ગાંધીનગરમાં સંમેલન.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન આખી મંથન બેઠકમાં સવારથી સાંજ ઉપસ્થિત રહેવાના છે અને માર્ગદર્શન આપવાના છે. લગભગ 17 રાજ્યના મંત્રીશ્રીઓ અલગ અલગ એ પણ આપણા ગુજરાતમાં આ મંથન બેઠકમાં મહેમાન થવાના છે. તમામ રાજ્યના સચિવશ્રીઓ અને ઉપસચિવશ્રીઓ એ પણ વિશેષ હાજર રહેવાના છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ, વિધાનસભાના અધ્યક્ષ અને સહકારી આગેવાન આદરણીય શંકરભાઈ એ પણ ત્યાં ઉદ્ઘાટન સત્ર દરમિયાન વિશેષ ઉપસ્થિત રહેવાના છે. સહકારથી સમૃદ્ધિ આ મંત્રને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ સાકાર કરી રહ્યા છે, ત્યારે સહકારી સંઘવાદને મજબૂત કરવા માટે દિશામાં એક મહત્વનું પગલું એ પુરવાર થવાનું છે.























