Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ. 6139 પૈકી 5832 બાળકોને પોલીસે શોધી કાઢ્યા. રાજ્યમાં હજુ પણ 304 બાળકો શોધવાના બાકી. સરકારે ગુમ બાળકોના આંકડા વિધાનસભામાં કર્યા રજૂ. લાપતા બાળકોને શોધવા પોલીસ કરી રહી છે તપાસ. પોલીસ તપાસ અને તેની વિસ્તૃત વિગતો સરકારે જાહેર કરી.
આજે વિધાનસભા ગૃહની અંદર પ્રશ્ન પ્રશ્ન દરમિયાન કોંગ્રેસના અલગ અલગ ધારાસભ્યોએ 24 જિલ્લાની માહિતી માંગી હતી અને આ જે આંકડા છે, 24 જિલ્લામાં છેલ્લા બે વર્ષના આંકડા છે. 6139 બાળકો આ 24 જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં ગુમ થયા હતા, તે પૈકીના 5832 બાળકોને પોલીસે શોધ્યા છે. આ ઉપરાંત 304 બાળકો હજી શોધવાના બાકી છે, તે પ્રકારની માહિતી ગૃહ વિભાગ દ્વારા ગૃહની અંદર રજૂ કરવામાં આવી હતી. જોકે, સાથે કારણો પણ જે પ્રમાણે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કર્યા હતા, તેની અંદર મોટા પ્રમાણમાં એવા કારણો સામે આવ્યા હતા કે સગીર ના હોય અને પ્રેમ સંબંધમાં ઘરેથી નીકળી ગયા હોય, ભાગી ગયા હોય એ પ્રકારના કેસ વધારે જોવા મળે છે.






















