Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય. વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં ખેડૂતોને રાહત. જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈમાં સરકારની રાહત. ખેડૂતો માટે 300 રૂપિયાની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો સરકારનો નિર્ણય.

રાજ્યમાં ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોને વધુ સરળ અને સસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપીને હવે માત્ર 300 રૂપિયાની ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી આર્થિક રાહત મળશે. રાજ્ય સરકારને મળેલી સત્તા મુજબ, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ નવ હેઠળ આ રાહત આપવામાં આવી છે. આ નિર્ણય પાછળ ખેડૂતોના સંગઠનો, કિસાન સંઘ અને સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. આ નવા નિર્ણય મુજબ, વારસાઈ નોંધ હેઠળ સંયુક્ત કબજેદારો વચ્ચે થતા હક પરિવર્તન, નામ દાખલ કરવું કે મિલકત વહેંચણી જેવા દરેક વ્યવહારમાં માત્ર 300 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડશે. સીધી લીટીના વારસદારો, પિતા-પુત્ર, દાદા-પૌત્ર તેમજ તેમની ગેરહાજરીમાં આડી લીટીના વારસદારો, ભાઈ-બહેન વગેરે વચ્ચે થતા વ્યવહારોને પણ આ રાહત લાગુ પડશે. એક અથવા વધુ તબક્કામાં હક ઉઠાવવો, નામ દાખલ કરાવવું અથવા મિલકત વહેંચણી કરવી હોય, તો દરેક કેસમાં અલગથી 300 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની રહેશે. ખાસ કરીને ખેતીની જમીન માટે આ જોગવાઈ ખૂબ લાભદાયી સાબિત થશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola