Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શુભકામના
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શુભકામના
આવતી કાલે ગુજરાત સ્થાપના દિવસ છે તેની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીએ ગુજરાત વાસીઓને શુભેચ્છા પાઠવી છે. આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે તે પૂર્વે સીએમએ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, આવતીકાલે ગુજરાતનો સ્થાપના દિવસ છે. એક પેડ મા કે નામ અન્વયે વધુને વધુ વૃક્ષો વાવીને ધરતી માતાને હરિયાળી બનાવી છે. પર્યાવરણ જાળવણી સાથે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત માટે રમત ગમતને પણ પ્રોત્સાહન આપીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહના સફળ પ્રયાસોથી ગુજરાતને કોમનવેલ્થ ગેમની યજમાની કરવાનો અવસર મળ્યો છે. આ કોમનવેલ્થ ગેમથી વિશ્વને ભારતને આંગણે આવકારવા અને ગુજરાત સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યા છીએ. દેશની આઝાદીના 100 વર્ષ 2047 માં પૂર્ણ થાય ત્યાં સુધીમાં વિકસિત ભારત 2047નું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કર્યું છે. 2047 સુધીના આ સમયને તેમણે દેશનો અમૃત કાળ કહ્યો છે. આ અમૃત કાળમાં ગુજરાતને તો તેની સ્થાપનાના 75 વર્ષ એટલે કે અમૃત મહોત્સવ 2035માં ઉજવવાની એક મોટી તક મળી છે. 2035 સુધીમાં આપણે ગુજરાતને દુનિયાનું વિકાસનું દિશા દર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનાવવું છે.