Gopal Italia Meet Kanti Amrutiya: ગોપાલ અને કાંતિ અમૃતિયાનું મિલન, બંનેની વાતચીતને લઈ તર્ક-વિતર્ક

Continues below advertisement

Gopal Italia Meet Kanti Amrutiya: ગોપાલ અને કાંતિ અમૃતિયાનું મિલન, બંનેની વાતચીતને લઈ તર્ક-વિતર્ક

એક સમયે મોરે મોરો અને રાજીનામાની ચેલેન્જને લઈ ચર્ચામાં આવેલા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા... કારણ કે આ વખતે કાના- ગોપાલની રૂબરૂ જ મુલાકાત થઈ અને એ પણ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે.... બંને ધારાસભ્યના મિલનની તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અને ફરી એકવાર આ તસવીરને લઈ ચર્ચા શરૂ થઈ છે...  ગુજરાતના રાજકારણમાં થોડા દિવસ પૂર્વે રાજીનામાની ચેલેન્જના કારણે રાજકારણ ગરમાયું હતું... મોરબીમાં વિસાવદરવાળી થવાના એક સવાલમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપી... તો ગોપાલ ઈટાલિયાએ પણ કાનાભાઈની ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો.. બાદમાં તો કાંતિ અમૃતિયાએ રાજીનામાની તારીખ અને સમય પણ આપ્યો... ત્યારબાદ કાંતિ અમૃતિયા આપેલી તારીખે વિધાનસભા બહાર તમાશો પણ કર્યો.... જોકે આપ તરફથી અગાઉથી જ જાહેરાત કરાઈ હતી કે ગોપાલ ઈટાલિયાએ તો હજુ ધારાસભ્ય તરીકે શપથ પણ લીધા નથી ત્યારે રાજીનામાનો સવાલ જ નથી... આટલું જ નહીં કાનાભાઈએ તો ત્યાં સુધી કહ્યું કે અત્યારે નહીં પણ ગમે ત્યારે જો ઈટાલિયા રાજીનામું આપવા તૈયાર હશે તો તે આપશે અને ચૂંટણી લડશે... આમ પ્રજાના પ્રશ્નને અભેરાઈએ ચડાવી મોરેમોરો અને રાજીનામાની ચેલેન્જનું ડીંડક થયું... આ વચ્ચે જ મંગળવારે ગોપાલ ઈટાલિયા ખેડૂતોના પ્રશ્ને અને ઈકો ઝોનના પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતાં.. ત્યારે જ સ્વર્ણિમ સંકુલ બહાર ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે મુલાકાત થઈ ગઈ...આ મિલનની તસવીર પણ કાનાભાઈએ સોશલ મીડિયામાં પોસ્ટ કરી... આ ફોટોને લઈને ચર્ચા એ ચાલી કે બંને નેતા વચ્ચે શું રાજીનામાને લઈ ચર્ચા થઈ હશે.... આ તરફ કાનાભાઈએ સોશલ મીડિયા પર ફોટો મૂકતા જ કોમેન્ટનો મારો શરૂ થયો.... મોરેમોરાની ચેલેન્જ બાદ ચોરેચોરો કરતા હોવાની સોશલ મીડિયામાં કોમેન્ટ શરૂ થઈ... તો કેટલાક યુઝર્સે લખ્યું કે બંને નેતાઓ પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola