Ambalal Patel Predication: હવે ઉત્તર ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જુઓ શું કહ્યું?
Ambalal Patel Predication: હવે ઉત્તર ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જુઓ શું કહ્યું?
હજુ 2 દિવસ ગુજરાતમાં માવઠા રહેશે યથાવત. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે માવઠા થશે . સાબરકાંઠા, પાટણ અને પંચમહાલમાં પણ માવઠા થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માવઠાનો માર પડશે.
ક્યાં જિલ્લામાં વધુ વરસાદની શક્યતા?
હવામાન વિભાગના મોડલ મુજબ 1 અને 2 નવેમ્બરે અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, છોટાઉદેપુર, વલસાડ,નવસારી, ડાંગ, તાપી, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદમાં એકાદ જિલ્લામાં ભારે બાકી મધ્યમ વરસાદ વરસશે. જામનગર રાજકોટ, સુરેન્દ્રનગર,અમદાવાદ, ગાધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાઠામાં હળવાથી મઘ્યમ વરસાદ 6 નવેમ્બર સુધી વરસતો રહશે.
વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં સવારથી અત્યાર સુધી 72 તાલુકામાં વરસાદ વરસ્યો. આજે અમદાવાદના ધંધુકામાં સૌથી વધુ બે ઈંચ વરસાદ વરસ્યો. આજે ચાર કલાકમાં લોધિકામાં 1.61 ઈંચ વરસાદ વરસ્યો. ચાર કલાકમાં ભાવનગરના ઉમરાળામાં 1.34 ઈંચ વરસાદ વરસ્યો. આજે ચાર કલાકમાં જંબુસરમાં 1.18 ઈંચ વરસાદ વરસ્યો, ગઢડા, ચુડામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો.
હવામાન વિભાગની વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વઘી રહી છે. જેને પગલે ગુજરાતમાં 30 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફુંકાશે અને આગામી 5 દિવસ વરસાદ પણ વરસશે. આ સિસ્ટમના પગલે કેટલાક જિલ્લામાં ભારે તો બાકીના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે. અરબી સમુદ્રમાં બનેલ ડિપ્રશનનની અસરથી ગુજરાતમાં કારતકમાં અષાઢ જેવો માહોલ જામ્યો છે. હવામાન વિભાગના મોડલ મુજબ અરબી સમુદ્રની સિસ્ટમ હવે નબળી પડી ગઇ છે અને ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશર એરિયામાં ફેરવાઇ ચૂકી છે. આગળ જતાં તે લોપ્રેશર એરિયામાં ફેરવાઇ જશે. જેના કારણે રાજ્યમાં વરસાદ અને પવનું જોર ઘટી શકે છે. આ સિસ્ટમ જ્યારે ડિપ્રેશન સ્ટેજમાં હતી ત્યારે 60 કીમી પ્રતિ કલાકે મીટરે પવન ફૂંકાઇ રહ્યો હતો હવે તેની ગતિ પણ ઘટી જશે અને 30 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે હવે પવન ફૂંકાશે. વરસાદની વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં વરસાદ 5 નવેમ્બર સુધી વરસી શકે છે.
આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 1 નવેમ્બર અને બીજી નવેમ્બરે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ વરસશે. 3 નવેમ્બરથી વરસાદનું પ્રમાણ ઘટી જશે પરંતુ સંપૂર્ણ વરસાદ બંધ 6 નવેમ્બર બાદ જ થશે. 6 નવેમ્બર સુધી ગુજરાતમાં છૂટછવાયો હળવો વરસાદ વરસતો રહેશે.





















