Gujarat Politics : ગુજરાતમાં ખેડૂતોને સહાય મામલે રાજકારણ ગરમાયું, જુઓ કોણે શું કહ્યું?
Gujarat Politics : ગુજરાતમાં ખેડૂતોને સહાય મામલે રાજકારણ ગરમાયું, જુઓ કોણે શું કહ્યું?
કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર રાજનીતિ ભરપૂર. સહાય પેકેજ મુદ્દે કિસાન સંઘ, આપ અને કોંગ્રેસની અલગ-અલગ માગ. સહાય પેકેજ મુદ્દે કિસાન સંઘની 18થી 28 હજાર હેકટરદીઠ સહાયની માગ. ગોપાલ ઈટાલિયાએ હેકટર દીઠ 50 હજારની સહાયની કરી માગ. 50 હજારની સહાય ચૂકવે તો ચાલીને સરકારનો આભાર માનવા ઈટાલિયાનો દાવો. કોંગ્રેસના ધાનાણીએ આટલી સહાયમાં કંઈ ન થવાનો કર્યો દાવો. કોંગ્રેસના ધાનાણીનો ખેડૂતોને વીઘા દીઠ 52 હજારનો ખર્ચનો દાવો. કોંગ્રેસે વીઘા દીઠ 50 હજારથી વધુની સહાય ચૂકવવા કરી માગ.
રાજકોટ જિલ્લાના જસદણમાં કોંગ્રેસના અગ્રણીઓ અને વેપારીઓ દ્વારા અનોખો વિરોધ. વિરોધમાં બેનરો સાથે ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાયા. ખેડૂતોને સહાય આપવા તથા ટેકાના ભાવે તાત્કાલિક ખરીદી કરવા અને માંગ કરવામાં આવી. કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા જસદણ યાર્ડમાં હરરાજી બંધ કરવામાં આવી. કોંગ્રેસના ખેડૂત આગેવાન અને જિલ્લા પંચાયત વિરુદ્ધ પક્ષના નેતા એ સરકાર પર પ્રહારો કર્યા.





















