CM Press Conference : આવતી કાલે મુખ્યમંત્રી અને પાટીલની પત્રકાર પરીષદ, થઈ શકે છે મોટી જાહેરાત

CM Press Conference : આવતી કાલે મુખ્યમંત્રી અને પાટીલની પત્રકાર પરીષદ, થઈ શકે છે મોટી જાહેરાત
આવતી કાલે સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સંયુક્ત પત્રકાર પરિષદ સવારના સવા 10 વાગ્યે કમલમમાં યોજાશે. આ પત્રકાર પરિષદમાં મોટી જાહેરાત થવાની છે. એટલે કાલે સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આ સંયુક્ત પત્રકાર પરિષદમાં અનેક મોટી જાહેરાતો થવા જઈ રહી છે.
 
આવતી કાલે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પાટીલની યોજાનારી પત્રકાર પરીષદને લઈ અનેક તર્ક લગાવવામાં આવી રહ્યા છે. જોકે, સત્તાવાર રીતે આ પત્રકાર પરીષદમાં શું જાહેરાત કરવામાં આવશે, તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. આવતી કાલે સવારે સવા 10 વાગ્યા પત્રકાર પરીષદમાં જ બધી વિગતો સામે આવશે. ત્યારે હવે પત્રકાર પરીષદની રાહ જોવી રહી. જોકે, અત્યારે આ જાહેરાતને લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola