Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત

Continues below advertisement

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત

Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભાજપે રાજુભાઈ શુકલા, જીતેન્દ્ર કણઝારિયા, મુકેશ રાઠવા, માનસિંહ પરમારને ઉમેદવાર બનાવ્યા હતા.  વર્તમાન રાજ્યસભા સાંસદોમાંથી કોઈને પણ ફરી ઉમેદવારી આપવામાં આવી નથી. નરહરિ અમીન, રમીલા બારા અને રામ મોકરિયાનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી તેમના સ્થાને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.પાર્ટીએ ઉમેદવારોની પસંદગીમાં સામાજિક અને પ્રાદેશિક સમીકરણોનું ખાસ ધ્યાન રાખ્યું છે. 

માનસિંહ પરમાર કારડિયા રાજપૂત સમાજમાંથી આવે છે. તેઓ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેઓ ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. વર્ષ 2022માં ભાજપે તેમને સોમનાથ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ 2023માં જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. જિલ્લાના સહકારી ક્ષેત્રમાં પણ સક્રિય ભૂમિકા, ગીર સોમનાથ જિલ્લા સહકારી સંઘના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હતી. કારડિયા રાજપૂત સમાજમાંથી આવતા માનસિંહ પરમારને રાજ્યસભા માટે ઉમેદવાર જાહેર થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ છે. 

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે, જ્યારે 18 જૂને મતદાન અને મતગણતરી યોજાશે. વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ હોવાથી ચારેય બેઠકો પર ભાજપનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો હોવાથી ચૂંટણીનું ગણિત તેના પક્ષમાં નથી. આમ આ ચારેય ઉમેદવાર બિનહરિફ થઈ જશે. જીતેન્દ્ર કણઝારીયા ગુજરાતના ⁠દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના અગ્રણી નેતા અને કાર્યકર છે . તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. માનસિંહ પરમાર  ગીર સોમનાથના વતની અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા છે, જેઓ હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. રાજુ શુક્લા કલોલ ભાજપના કાર્યકર અને સુરેન્દ્રનગર પ્રભારી છે. ભાજપે યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશ રાઠવાને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ છોટાઉદેપુર જિલ્લા ભાજપના મહામંત્રી છે. મુકેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટના રહેવાસી છે.

હાલમાં કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે, જ્યારે ભાજપના નરહરિ અમીન, રામભાઈ મોકરિયા અને રમીલાબેન બારાનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola