Gandhinagar Accident News: ગાંધીનગરમાં સિટી પલ્સ રોડ પર બેફામ કાર ચાલકે અન્ય કારને મારી ટક્કર, CCTVમાં કેદ થયા દ્રશ્યો
ગાંધીનગરમાં નશાની હાલતમાં વધુ એક અકસ્માતની ઘટના બની. સિટી પલ્સ રોડ પરના ઊર્જાનગર-1 સોસાયટીની સામે બેફામ કાર ચાલકે પાર્ક કરેલી કારને પાછળથી મારી જોરદાર ટક્કર. સીસીટીવીમાં કેદ થયેલા આ દ્રશ્યો જુઓ.. રસ્તાને રેસિંગ ટ્રેક સમજીને ફુલ સ્પીડમાં જતો કાર ચાલક સીસીટીવીમાં કેદ થયો. થોડી આગળ જતા જ કાર ચાલકે રસ્તા પર પાર્ક કરેલી કારને પાછળથી જોરદાર ટક્કર મારી.. અકસ્માત સમયે પાર્ક કરેલી કારમાં એક મહિલા પણ બેઠી હતી.. અકસ્માતની ઘટના બનતા જ ગુસ્સે ભરાયેલ મહિલાએ બેફામ રીતે કાર ચલાવતા શખ્સને તમાચો મારીને ઉધડો લીધો.. બનાવને જોઈ મોટી સંખ્યામાં લોકો પણ સ્થળ પર પહોંચ્યા.. અકસ્માત કરનાર ચાલકની કારમાંથી કેફી પ્રવાહી ભરેલ એક બોટલ પણ મળી આવી.. નશાની હાલતમાં ચાલકે અકસ્માત કર્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે..























